ગંભીર કલમો દાખલ થઈ છે તેવા દેવગઢ બારીયાના ભાજપના ઉમેદવાર શ્રી બચુભાઈ ખાબડ શપથ ગ્રહણ સમારંભમાં મંત્રી : 27-12-2017
- ભાજપના ચાલ, ચલન, ચરિત્ર ખુલ્લા પડ્યાં.
- ગંભીર કલમો દાખલ થઈ છે તેવા દેવગઢ બારીયાના ભાજપના ઉમેદવાર શ્રી બચુભાઈ ખાબડ શપથ ગ્રહણ સમારંભમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરે છે છતાં પોલીસને ન દેખાયા.
દેવગઢ બારીયાના ભાજપના ઉમેદવાર શ્રી બચુભાઈ ખાબડ કે જેઓ પર તા.૩૦-૧૧-૨૦૧૭ ના રોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના પોલીસ સ્ટેશનમાં આઈ. ૧૪૫/૦૧૭ થી નોંધાયેલ ગુનામાં આઈ.પી.સી.કલમ ૩૯૫, ૩૯૭ તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧બી) તથા બીજા નોંધાયેલ ગુનામાં દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં આઈ.આઈ. ૧૭૩/૨૦૧૭ આર્મ્સ એક્ટ કલમ ૨૫ (૧ બી), ૨૭ તથા ૧૮૮ મુજબ તથા ત્રીજી નોંધાયેલ ગુનામાં ધાનપુર પોલીસ સ્ટેશનમાં આઈ. ૬૬/૧૭ મુજબ આઈ.પી.સી. કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯, ૧૨૦ બી, ૩૨૩, ૩૩૭, ૫૦૬ અને આર્મ્સ એક્ટ ૨૫ (૧ બી) મુજબ ગંભીર ફરિયાદો નોંધાયેલ હોય ત્યારે ક્રિમીનલ પ્રોસીઝર કોડ મુજબ સ્પષ્ટ જોગવાઈ છે કે, જે કોઈ સામે ગંભીર ગુના નોંધાયલ હોય તેને પોલીસ દ્વારા ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવાની જવાબદારી છે. પરંતુ ભાજપના વગ ધરાવતા નેતા હોવાથી પોલીસ તંત્ર દ્વારા જે પગલાં લેવાવા જોઈએ તે લેવાયા નથી અથવા તો રાજકીય દબાણવશ પગલાં ભરવામાં પોલીસ તંત્ર પણ ઉણું ઉતર્યું હોય તેમ સ્પષ્ટ દેખાય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો