ખેડૂત આક્રોશ રેલી અને વિધાનસભા ઘેરાવો કાર્યક્રમ : 18-09-2018
ગાંધીનગર ખાતે ખેડૂતોના દેવામાફીની માંગ સાથે ‘ખેડૂત આક્રોશ રેલી’ માં મોટી સંખ્યામાં હાજર રહેલા કોંગ્રેસ પક્ષના કાર્યકર-આગેવાનો અને ખેડૂતોને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને સાંસદશ્રી રાજીવ સાતવજીએ જણાવ્યું હતું કે, ગુજરાતે વર્ષ-૨૦૧૪ માં ભાજપાને સંપુર્ણ સાથ આપ્યો કેમ કે મોદી દેશના વડા પ્રધાન પદના ઉમેદવાર હતા. શ્રી નરેન્દ્ર મોદીના ચૂંટણી સમયના ભાષણો એ મોંઘવારી પર હોય, ખેડૂતો પર હોય કે પછી પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપવાના હોય, સત્તામાં આવ્યા બાદ તમામ વસ્તુ ઉલટી થઈ રહી છે. વગર આમંત્રણે પાકિસ્તાનમાં લગ્નમા ગયા ક્યાં ગઇ ૫૬ ઇંચની છાતી ?, ચીનના રાષ્ટ્રપતિને ગુજરાત લાવ્યા અને ઝૂલે ઝુલાવ્યા, તો સરહદ પર ચીનની સેના ૧૦ કિલોમીટર અંદર ઘૂસી ગઇ ત્યારે ક્યાં ગઇ હતી ૫૬ ની છાતી ?
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો