કોરોના મહામારીમાં સૌથી વધુ અસરગ્રસ્ત શિક્ષણ વ્યવસ્થા : 22-07-2020
કોરોના મહામારીમાં સૌથી વધુ અસરગ્રસ્ત શિક્ષણ વ્યવસ્થા છે. રાજ્યમાં સૌથી પહેલા શૈક્ષણિક સંસ્થાઓનું લોકડાઉન થયું અને સૌથી છેલ્લે શાળા કોલેજો ખુલવાની શક્યતા છે. રાજ્યમાં લોકડાઉનના કારણે ધંધા રોજગાર સંપૂર્ણ બંધ થવાથી સામાન્ય અને મધ્યમવર્ગ સૌથી વધુ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યું છે. કોંગ્રેસપક્ષ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને મહામહીમ રાજ્યપાલશ્રી સમક્ષ ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓના હિતમાં એક સત્રની ફી માફ થાય તે માટે રાજ્ય વ્યાપી રજુઆત કરી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો