કોરોનાનાં કહેર વચ્ચે પણ રસ્તે ઉતર્યા રાહુલ ગાંધી, મજૂરોને આપ્યો ઘરે પહોંચાડવાનો ભરોસો

કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રવાસી મજૂરો સાથે મુલાકાત કરી છે. કૉંગ્રેસ નેતાએ શનિવારનાં દિલ્હીનાં સુખદેવ વિહાર ફ્લાયઑવરની પાસે ઘર જવા માટે રસ્તા પર બેઠેલા મજૂરો સાથે મુલાકાત કરી. રાહુલ ગાંધીએ તેમની સાથે ફૂટપાથ પર બેસીને વાત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી.

પ્રવાસી મજૂરોનાં મુદ્દા પર સરકારને સતત ઘેરી

ઉલ્લેખનીય છે કે લોકડાઉનમાં પ્રવાસી મજૂરોનાં મુદ્દા પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ઘેરી રહેલા રાહુલ ગાંધીએ પ્રવાસી મજૂરોથી મુલાકાત કરીને તેમના ખબર-અંતર પુછ્યા છે.લૉકડાઉન દરમિયાન જ રાહુલ ગાંધીએ સરકારનાં અનેક નિર્ણયો પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. પ્રવાસી મજૂરોનાં મુદ્દા પર તેઓ સતત સરકારને ઘેરી રહ્યા છે.

કૉંગ્રેસ પ્રદેશ કમિટીને મજૂરોને ઘરે મોકલવાની વ્યવસ્થા કરવા કહ્યું

રાહુલ ગાંધીની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ તસવીરોને કૉંગ્રેસનાં સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરી છે, જેમાં લખવામાં આવ્યું છે કે લોકોનું દુ:ખ એ જ સમજી શકે છે જે તેમની દેખભાળ કરે છે. સાથે જ પાર્ટી તરફથી ભારતીય યુવા કૉંગ્રેસ અને દિલ્હી પ્રદેશ કૉંગ્રેસ કમિટીથી દિલ્હીમાં ફસાયેલા પ્રવાસી મજૂરોની સુરક્ષિત ઘર વાપસીની વ્યવસ્થા કરવા કહ્યું છે.

તેમના હકની તમામ મદદ અપાવીને રહીશું – કૉંગ્રેસ

આ પહેલા તાજેતરમાં જ તેમણે મજૂરોનાં ચાલતા પોતાના રાજ્ય પર જવાનો એક વિડીયો પણ શેર કર્યો હતો. વિડીયોની સાથે જ રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, ‘ઘોર અંધકાર છે, મુશ્કેલ ક્ષણો છે. હિંમત રાખો- અમે આ તમામની સુરક્ષામાં ઉભા છીએ. સરકાર સુધી આમની ચીખો પહોંચાડીને રહીશું. તેમના હકની તમામ મદદ અપાવીને રહીશું. દેશની સાધારણ જનતા નહીં, આ દેશનાં સ્વાભિમાનનો ધ્વજ છે, આને ક્યારેય ઝુકવા નહીં દઇએ.’

Read More : http://sandesh.com/rahul-gandhi-met-labours-on-footpath-in-delhi/