કોન્ટ્રાક્ટ કે આઉટસોર્સના હંગામી કર્મચારીઓને કાયમી નોકરી આપો : 28-09-2016

  • કોન્ટ્રાક્ટ કે આઉટસોર્સના હંગામી કર્મચારીઓને કાયમી નોકરી આપો- ડૉ. હિમાંશુ પટેલ
  • ભાજપ સરકારની વહીવટીય અણઆવડતના કારણે બેરોજગારી સાથે કર્મીઓમાં ભારે અસંતોષ હોવાથી ફિક્સ પગારના બદલે કાયમી નોકરી આપવી જોઈએ ડૉ. હિમાંશુ પટેલ

ભાજપ સરકારની વહીવટીય અણઆવડત અને વિકાસલક્ષી નીતિના અભાવે એકતરફ બેરોજગારીનો આંકડો કુદકે ને ભૂસકે વધી રહ્યો છે તો બીજી તરફ ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આટસોર્સ અને હંગામી ધોરણે નોકરીઓ આપી કરવામાં આવતાં આર્થિક શોષણ સામે યુવાધનમાં ભાજપ સરકાર વિરુદ્ધ ભારે રોષ ભભૂકી રહ્યો હોવાનું જણાવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે નવી ભરતી – નોકરી માટે સરકારને ચોક્કસ નીતિ ઘડવા સાથે ફિક્સ પગારદારોને પહેલા વર્ષથી જ કાયમી નોકરી આપવા માંગ કરી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note