“કોંગ્રેસ સ્થાપના દિન” અને “કોંગ્રેસ સેવાદળ સ્થાપના દિન” ની ઉજવણી.

દેશમાં નોટબંધીના કારણે ઉભી થયેલી અવ્યવસ્થા, અરાજક્તા અને પારાવાર મુશ્કેલી બીજીબાજુ પ્રધાનમંત્રીના 50 દિવસનો વાયદો પુર્ણ થયા છતાં મુશ્કેલી ઘટવાનું નામ લેતી નથી. ઉલટાનું ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગ માટે પરિસ્થિતિ વધુને વધુ કપરી થતી જાય છે ત્યારે પ્રજાની હાલાકી ઘટાડવામાં નિષ્ફળ નીવડેલ ભાજપ સરકાર સામે કોંગ્રેસ કાર્યકરો પ્રજાનો અવાજ બને તેવું કોંગ્રેસ પક્ષના ૧૩૨માં સ્થાપના દિને કોંગ્રેસ પક્ષના ધ્વજને સલામી બાદ આહવાન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, નોટબંધીને લીધે હાલની સ્થિતીથી સમગ્ર દેશ પરેશાન છે. દેશના સામાન્ય નાગરિકોના અને દેશ માટે કોગ્રેસ પક્ષે  “કરો યા મરો” ની લડત આપવી પડશે. જો ગુલામી સ્વિકારી તો ભુલતા નહી કે કયાંય લોકશાહી જીવંત રહેશે નહીં.