કોંગ્રેસ શાસિત રાજ્યો પર કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા બિનલોકશાહી અને વેરભાવ ભર્યા પગલાં સામે રાજ્યભરમાં દેખાવો : 02-04-2016

  • કોંગ્રેસ શાસિત રાજ્યો પર કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા બિનલોકશાહી અને વેરભાવ ભર્યા પગલાં સામે રાજ્યભરમાં દેખાવો

દેશની મોદી સરકાર સત્તાના અહંકારમાં કોંગ્રેસ પક્ષની ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાના કરતૂતો કરી રહી છે ત્યારે મોદી સરકારના આપખૂદશાહ, લોકશાહીને ગળે ટૂંપો દેવાના હિન્ન પગલાં સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી કાર્યક્રમો અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી મૌલિન વૈષ્ણવે જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા બિનલોકશાહી અને વેરભાવ ભર્યા વલણ સામે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા લેવાયેલ નિર્ણયના અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં કલેક્ટર કચેરી ખાતે તા. ૪થી એપ્રિલ, ૨૦૧૬ ને સોમવારના રોજ રેલી-ધરણાંનું આયોજન કરવામાં આવેલ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note