કોંગ્રેસ પક્ષ મહાન વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબને હ્રદયપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કરે છે. : 28-07-2015
પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલમેન શ્રી એ.પી. જે. અબ્દુલ કલામ સાહેબના નિધન અંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે શ્રદ્ધાસુમન અર્પણ કરતાં જણાવ્યું હતું કે, પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. શ્રી એ.પી. જે. અબ્દુલ કલામ સાહેબ સમગ્ર જીવન દરમ્યાન વિજ્ઞાન, ટેક્નોલોજી અને ખાસ કરીને અવકાશ ક્ષેત્રે વિશેષ કામગીરી કરીને ભારત દેશને ગૌરવ અપાવ્યું હતું. તેઓએ વિજ્ઞાન ક્ષેત્રે વધુમાં વધુ રસ અને રૂચિ વધે તે માટે યુવાનોને પ્રેરિત કરતા હતા. સરળ સ્વભાવ, સાદગી અને સંવેદનશીલ વ્યક્તિત્વ તેમની આગવી ઓળખ હતી. તેમના નિધનથી દેશે એક મહાન વૈજ્ઞાનિક સાથે મહાન વ્યક્તિ ગુમાવ્યા છે. તેમના નિધનના સમાચાર જ થી સૌ માટે આંચકાજનક છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note