કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે ખેડા ખાતે આયોજિત “લોક દરબાર”

લોક લાગણીને લાઠી અને ગોળીથી કચડી નાખવાની તાનાશાહી માનસિકતા ધરાવતી ભાજપ સરકાર ને લોકમીજાજ નો પરિચય કરાવવા અને પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓને વાચા આપવા ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડા ખાતે પ્રદેશ પ્રમુખ તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના હસ્તે www.lokdarbar.in વેબસાઇટ નો પ્રારંભ કર્યો હતો.

 આ કાર્યક્રમ માં પ્રદેશપ્રમુખ  ભરતસિંહ સોલંકી,  વિરોધપક્ષના નેતા શંકરસિંહજી વાઘેલા તેમજ પક્ષના તમામ શિર્ષસ્થ નેતાઓ હાજર રહ્યાં હતા અને લોકોની સમસ્યાઓ અને પ્રશ્નો સાંભળ્યા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભાના નેતા-વિપક્ષ શંકરસિંહજી વાઘેલા એ  જણાવ્યું  કે લોકદરબાર ની વેબસાઇટ દ્વારા પ્રજાની પીડા, પ્રશ્નો અને સમસ્યાઓ ને જાણી સરકારના સંબંધિત વિભાગ સુધી પંહોચાડી સમાધાન મેળવવા પ્રયાસ કરશે એટલુ જ નહી લોકોની વાત શહેરોની સડકથી લઇ ગામની શેરીઓથી માંડી વિધાનસભા ના સદન સુધી ઉઠાવશે.

 “લોક દરબારભાજપ ની શોષણખોર અને દમનકારી નિતિનો ભોગ બનેલ યુવાનો , ખેડુતો , મહીલાઓ અને સરકારી કર્મચારીઓ ને સરકાર સુધી પોતાની વાત પંહોચાડવાનુ માધ્યમ બની રહેશે. ભાજપ સરકારથી નિર્ભીક બનેલા બુટલેગરો અને અસામાજીક તત્વો સામે જનતાની ઢાલ બનવાના ટીમ કોંગ્રેસના આ સંઘર્ષના સાથી બની ગાંધીના ગુજરાતને પુનઃસ્થાપિત કરવા કટીબધ્ધ છે. સત્તાના મદમાં સલામતીના નામે લોકો માટે બંધ કરાયેલા સચિવાલય અને મંત્રાલયો ના દરવાજા પર દસ્તક દેવાના સંઘર્ષમાં સહભાગી લોકોના સાથની અપેક્ષા રાખે છે.