કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચને લેખિતમાં ગંભીર બાબત અંગે કરેલી ફરિયાદ : 22-04-2019
ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આંગળીઓ પર સહી લગાડી દેવામાં આવી હોવાની ફરિયાદ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડૉ.સી.જે.ચાવડાએ પણ ચૂંટણીપંચને કરી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચને લેખિતમાં ગંભીર બાબત અંગે કરેલી ફરિયાદમાં મતદારોને તાત્કાલિક ન્યાય આપવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગરીબ-સામાન્ય અને લઘુમતિ મતદારોને અનેક જગ્યાએ મતદાર સ્લીપો ચૂંટણી પંચ દ્વારા પહોંચાડવામાં આવી નથી. જે ઘણી જ ગંભીર બાબત છે. બપોરના ૨-૦૦ કલાકે ફરિયાદ કરી ત્યાં સુધી અનેક વિસ્તારોમાં મતદાર સ્લીપ મળી નથી. ગરીબ અને શ્રમિક વિસ્તારોમાં મતદારો પાસેથી વોટર આઈડી કાર્ડ ગેરકાયદેસર રીતે જપ્ત કરવામાં આવી રહ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો