કોંગ્રેસ પક્ષે હજી સુધી કોઈપણ પ્રકારનો ચૂંટણીલક્ષી સર્વે કરાવ્યો નથી : 19-09-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે હજી સુધી કોઈપણ પ્રકારનો ચૂંટણીલક્ષી સર્વે કરાવ્યો નથી. કોંગ્રેસ પક્ષ લોકશાહીમાં પૂર્ણ વિશ્વાસ રાખે છે. રાજ્યના ભાજપ શાસનમાં મોîઘું શિક્ષણ, મોટા પાયે બેરોજગારી, પડી ભાંગેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, કાળઝાળ મોંઘવારી, કથળી ગયેલી આરોગ્ય વિષયક સેવા, ૫૫,૦૦૦ જેટલા નાના અને મધ્યમ કદના ઉદ્યોગો મૃતઃપાય સાથોસાથ પરેશાન ખેડૂતો, યુવાનો, મહિલાઓએ ભાજપ સરકાર સામે વારંવાર આક્રોશ અને અજંપો વ્યક્ત કર્યો છે ત્યારે સત્તા ગુમાવવાના ડરથી બેબાકળો બનેલ ભાજપ પક્ષ મનઘડંત સર્વેનો આધાર લઈ પ્રજામાં ભ્રામકતા ઉભી કરવાનો પ્રયત્ન કરે છે. વડાપ્રધાનશ્રીની વારંવારની ગુજરાત મુલાકાત જ દર્શાવે છે કે, ભાજપનો જનાધાર અને લોકપ્રિયતા સતત ઘટી રહી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા કોઈપણ સર્વે કરાવવામાં આવ્યો નથી પણ રાજ્યમાં પાટીદાર, દલિત, આદિવાસી સહિતના સમાજા ઉપર દમન ગુજારનાર અહંકારી, ભ્રષ્ટાચારી ભાજપ સરકારના સત્તાના દિવસો પૂરા થવા જઈ રહ્ના છે. ગુજરાતના નાગરિકોના સર્વેમાં જ્યારે પણ ચૂંટણી થાય ત્યારે કોંગ્રેસ પક્ષને ૧૧૦-૧૧૫ બેઠક મળશે તેવું જનસમર્થન-જનઆશીર્વાદથી જણાય છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note