કોંગ્રેસ પક્ષના ૧૩૪ માં અને કોંગ્રેસ સેવાદળના ૯૬ માં સ્થાપના દિવસ : 28-12-2018
કોંગ્રેસ પક્ષના ૧૩૪ માં અને કોંગ્રેસ સેવાદળના ૯૬ માં સ્થાપના દિવસ નિમિતે રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષના ધ્વજને સલામી આપ્યા બાદ કોંગ્રેસ પક્ષના કાર્યકર-આગેવાનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રસ પક્ષની સ્થાપના એક ઉદારતાવાદી વિચારધારા, આધુનિકતા અને આઝાદી તરફ લઇ જનારી વિચારધારામાં માનવા વાળા થોડા લોકોએ કરી હતી. અને એ જ વિચારધારાને મક્કમતાથી આગળ વધારતા મહાત્મા ગાંધીજી, પંડિત જવાહરલાલ નેહરૂ, સરદાર વલ્લભાઈ પટેલ તેમજ અનેક નેતાઓના નેતૃત્વમાં ખૂબ લાંબી લડાઈ લડીને આ દેશને આઝાદી અપાવી. આઝાદ ભારતમાં કોંગ્રેસની વિચારધારાએ દેશમાં એકતા, સામાજીક ન્યાય, સમરસતા, સમાનતા, વાણી, સ્વાતંત્ર્યતાનો અધિકાર દરેકને સંપૂર્ણ આઝાદી મળે તેવું બંધારણ આપીને દેશને, જ્યાં ટાંકણી પણ નહોતી બનતી, આજે વિશ્વની મહાસત્તા બનાવવાનું કામ કર્યું છે. સૌ કોંગ્રેસજનો આજે ગૌરવ લઈએ કે આપણે એવા પક્ષના કાર્યકરો છીએ કે જે પક્ષે દેશની આઝાદી માટે લડાઈ લડી, બલિદાનો આપ્યા, અને દેશની એકતા અને અખંડીતતા માટે પોતાના સર્વોચ્ચ નેતૃત્વના બલિદાન આપ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો