કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના પંજાના નિશાન પર મતદાન માટે અપીલ : 20-02-2021
21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરો માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના પંજાના નિશાન પર મતદાન માટે અપીલ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યના ૬ મહાનગરોમાં ૧૫ થી ૨૦ વર્ષ કરતાં વધુ સમયથી ભાજપાનું અહંકારી અને ભ્રષ્ટાચારી શાસન છે. કરોડો રૂપિયા ટેક્સ ભરતા શહેરી નાગરિકોને પાયાની સુવિધા આપવામાં ભાજપા શાસકો સદંતર નિષ્ફળ રહ્યાં છે. સત્તામાં આવવા માટે કરેલા વિવિધ વાયદાઓ ભૂલીને ભાજપા શાસકોએ માત્રને માત્ર પોતાના મળતીયાઓની તિજોરી ભરી છે અને નાગરિકોની સંપૂર્ણ અવગણના કરી છે. ૬ મહાનગરોમાં શહેરી નાગરિકોનો મત આવનારા 5 વર્ષ માટે પ્રતિનિધિ ચૂંટવા જઇ રહયા છે..
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો