કોંગ્રેસ પક્ષના ઉમેદવારને જન સમર્થન-મત આપવાની અપીલ કરતાં અહમદભાઈ પટેલ : 28-11-2015

૩૧ જીલ્લા પંચાયત, ૨૩૦ તાલુકા પંચાયત અને ૫૬ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારને જન સમર્થન-મત આપવાની અપીલ કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્વ.બળવંતરાય મહેતાના માર્દર્શનથી ગુજરાતમાં પંચાયતી રાજનું અમલીકરણ સમગ્ર દેશમાં થયું. સ્વ.રાજીવ ગાંધીએ પંચાયતી રાજ સંવિધાનમાં સુધારો કરીને એસ.સી., એસ.ટી. માટે સત્તાની ભાગીદારીથી સામાજિક-રાજકીય ઉત્થાન માટે જોગવાઈ કરવામાં આવી. સાથોસાથ મહિલાઓ માટે ૩૩ ટકાની જોગવાઈ દાખલ કરવામાં આવી. ત્યારે પંચાયતી રાજની મજબૂતી સાથે ગ્રામ્ય વિસ્તારની સુખ-સુવિધા સાથે સર્વ સમાવેશક કલ્યાણ માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને મત આપવા વિનમ્ર અપીલ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note