કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લા-શહેરમાં પેટ્રોલ પંપો પર ભાવવધારા સામે વિરોધ પ્રદર્શન
અચ્છે દિન” ના વાયદા “બહુત હુઈ મહંગાઈ કી માર…. અબકી બાર……. ” જેવા રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારે 125 કરોડ દેશવાસીઓ અને ગુજરાતના 6 કરોડ નાગરિકોને મોંઘવારીના એક પછી એક માર આપીને ગરીબ-સામાન્ય-મધ્યમર્ગના પરિવાર માટે જીવન દુષ્કર બનાવી દીધું છે. તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરપાલિકાઓમાં વિવિધ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ-ડિઝલના બેફામ ભાવ વધારા સામે દેખાવો-સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ઉપરાંત ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ ૧૫૪ ડોલર થી ઘટીને ૪૦ ડોલર જેટલા થઈ ગયા હોવા છતાં ભાજપ સરકાર-મોદી સરકારે પેટ્રોલ-ડિઝલ ના ભાવ ઘટાડાનો લાભ આપવાને બદલે વેટ અને સેસ વધારીને દેશના ૧૨૫ કરોડ નાગરિકોને મોંઘવારીના ખપ્પરમાં ધકેલી દીધા છે.
http://www.vishvagujarat.com/congress-protests-against-bjp-government-for-price-hikes-in-petrol-diesel/