કોંગ્રેસે ‘CYBER MEET’ નું આયોજન કર્યું, નવી વેબસાઈટ લોન્ચ કરાશે
ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના આઈ.ટી.સેલ દ્વારા સાયબર મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયબર મીટમાં સોશિયલ મીડિયાના પ્રભાવી ટુલ્સ ફેસબુક અને ટવીટર અંગે ટ્રેનીંગ આપવામાં આવશે.તેમજ આગામી ચુંટણીને લઈને આઈ.ટી સેલ દ્વારા કરવામાં આવી રહેલી વિશેષ પ્રવુતિ અંગે પણ માહિતી આપવામાં આવશે.
આ અંગે જણાવતા ગુજરાત કોંગ્રેસ આઈ. ટી. સેલના ચેરમેન રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે આ સાયબર મીટમાં રાજ્યભરમાંથી આઈ.ટી સેલના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત સાંજે ૪.૩૦ વાગે કોંગ્રસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાના હસ્તે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિની નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવશે.
http://www.vishvagujarat.com/gujarat-congress-it-cell-organise-a-cyber-meet-2/