કોંગ્રેસમાં નેતાઓની નહીં કાર્યકર્તાઓની જરુર છે, કામ કરવા તૈયાર રહોઃ શક્તિસિંહ ગોહિલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી રવિવારે ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના જન્મદિવસે સરદાર બાગથી  પ્રદેશ કાર્યાલય સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનોને કામે લાગી જવા આદેશ કરવામાં આવ્યા છે. હોદ્દા પર રહીને કામગીરી નહી કરે તો હોદ્દો લઈ લેવાશે. તેવા આકરા તેવર પણ શક્તિસિંહ ગોહિલે બતાવ્યા છે. લોકસભાની 2004 અને 2009ની ચૂંટણીના પરિણામોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ 26 બેઠક માથી 15 બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરવા તરફ આગળ વધી રહયુ છે.

ભાજપ સતત ત્રીજી વખત તમામ બેઠકો જીતવાનો ઇતિહાસ રચવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ ઉત્તર ગુજરાતની પાટણ સૌરાષ્ટ્રની અમરેલી, જામનગર અને મધ્ય ગુજરાતની ખેડા આણંદ ,પંચમહાલ તથા દાહોદ તેમજ દક્ષિણ ગુજરાતની વલસાડ અને બારડોલીની બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. લોકસભાની ચૂંટણીને ધયાનમા રાખી સંગઠનમાં ફેરફાર કરવા છેલ્લે મળેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કોર કમિટીની બેઠકમાં વિચાર વિમર્શ પણ  કરવામાં આવ્યો હતો.

https://gujarati.news18.com/news/gujarat/shaktisinh-gohil-to-party-we-not-need-leader-we-need-workers-tj-1522030.html