કોંગ્રેસના 20 ટકા આર્થિક અનામતના ખાનગી બિલને વિ.સભામાં દાખલ કરવાની મંજૂરી
પાટીદાર અનામત આંદોલનના મામલે રાજ્ય સરકારને વિધાનસભા ગૃહમાં ઘેરવાના આશયથી કોંગ્રેસ દ્વારા સૂચવાયેલા આર્થિક નબળા વર્ગોને 20 ટકા અનામત આપવા અંગેના ખાનગી વિધેયકને વિધાનસભામાં દાખલ કરવાની મંજૂરી મળી ગઇ છે. જોકે, અન્ય તમામ ખાનગી વિધેયકો સાથે આ વિધેયકોનો પણ ડ્રો થશે અને ડ્રોમાં આ બિલ આવશે તો તેના પર વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે.
– ડ્રોમાં નંબર લાગશે તો જ ચર્ચામાં આવી શકશે
– ભાજપના નવા ધારાસભ્ય ઝંખના પટેલ આજે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અંગે બિન સરકારી સંકલ્પ રજૂ કરશે
– ભાજપના નવા ધારાસભ્ય ઝંખના પટેલ આજે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અંગે બિન સરકારી સંકલ્પ રજૂ કરશે
વિધાનસભામાં દાખલ કરવામાં આવતા બિનસરકારી વિધેયકોની સંખ્યા વધુ હોવાથી અને મર્યાદિત સમયમાં તમામ પર ચર્ચા શક્ય નહીં હોવાથી જેટલા સભ્યો દ્વારા બિનસરકારી વિધેયકો માટેના સૂચન આવ્યા હોય છે તેને નિયમ પ્રમાણે ચકાસણી કર્યા બાદ ડ્રો કરવામાં આવે છે અને ડ્રોમાં પસંદગી પામેલા બિન સરકારી વિધેયકો પર ગૃહમાં ચર્ચા થાય છે જેથી કોંગ્રેસને પ્રાથમિક સફળતા મળી છે, આ વિધેયક ડ્રોમાં પસંદ થશે તો તેમને સરકારને અનામતના મુદ્દે ભીંસમાં લેવાની તક મળશે.
http://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-granted-to-represent-20-percent-economic-reservation-bill-in-vidhansabha-5264452-NOR.html