કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ઉપર કેન્દ્ર સરકારના ઈશારે પોલીસ દમન : 15-06-2022
- કોંગ્રેસ પક્ષ વર્તમાન સરકારના અમાનુષિય બદલો લેવાની ભાવનાવાળા પગલાના વિરોધમાં તા. ૧૬-૬-૨૦૨૨ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર બપોરે ૨-૦૦ કલાકે તેમજ તા. ૧૭-૬-૨૦૨૨ ના રોજ જિલ્લા કક્ષાએ ધરણાં પ્રદર્શન કરાશે.
કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ઉપર કેન્દ્ર સરકારના ઈશારે પોલીસ દમન સામે આક્રોશ વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, પેટ્રોલ, ડીઝલ, ગેસ, વગેરે જેવા મુદ્દાઓ દેશમાં વર્તમાન પરિસ્થિતિમાં ગરીબી – બેકારી – ભ્રષ્ટાચાર – ખેડૂતોના પ્રશ્નોને બેરોજગાર યુવાનોને તેમના પ્રશ્નોને વગેરે જેવા તમામ મુદ્દાઓનો કોંગ્રેસ પક્ષ વર્તમાન સરકારનો વિરોધ કરી રહી છે ત્યારે આ બધા મુદ્દાઓ પરથી દેશની જનતાનું ધ્યાન ભટકાવવા માટે વર્તમાન સરકાર છેલ્લા ત્રણ દિવસથી કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધી વિરૂદ્ધ ઈડીના સમન્સનો ઉપયોગ કરીને તેઓને હેરાન કરવાની, ડરાવવાની રાજનીતિ કરી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો