કે.જી. બેસીન – કોંગ્રેસ પક્ષના રાજ્યવ્યાપી દેખાવો, ધરણાં-પૂતળાદહન કાર્યક્રમ : 30-04-2016

  • ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (GSPC) ને કે.જી. બેસીનમાં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ૨૦ TCF ગેસ મળી આવવાની ખોટી જાહેરાત અને ૨૦ હજાર કરોડના કૌભાંડ બાબતે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડીયા (CAG) ના અહેવાલ સંદર્ભે સુપ્રિમ કોર્ટ મોનીટર્ડ સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ મારફત તપાસની માંગ સાથે કોંગ્રેસ પક્ષના રાજ્યવ્યાપી દેખાવો, ધરણાં-પૂતળાદહન કાર્યક્રમ થયો.

કમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડીયા (CAG) ના છેલ્લા પાંચ-છ વર્ષમાં ૨૦૧૫ સહિતના અહેવાલમાં તથા અન્ય માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ગુજરાત સરકારની જી.એસ.પી.સી. કંપનીના ૨૦ હજાર કરોડ કરતાં વધારે રકમનું કૌભાંડ છતું થયું છે. આ કૌભાંડની ઉત્પતિ અને સંચાલન જે તે વખતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને તેમના માનીતા અધિકારીઓએ કર્યું હતું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note