કેન્દ્ર સરકાર શિક્ષણનું ભગવાકરણ કરવાના પ્રયત્નમાં લાગી છેઃ રાહુલ ગાંધી
મોદી સરકાર ઉપર પોતાના પ્રહારો ચાલુ રાખતા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, સરકાર દરેક ઉપર આરએસએસની નિષ્ફળ વિચારધારાને થોપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાને સરકારી તંત્રએ કચડી નાખ્યો છે. રાહુલ ગાંધીએ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના એ નિવેદન ઉપર પણ નિશાન સાધ્યું છે જેમાં સુષ્માએ દાવો કર્યો હતો કે, રાહિત દલિત ન હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તમારી સરકારે એફટીઆઈઆઈ વિદ્યાર્થીઓને કચડ્યા અને જેએનયુના વિદ્યાર્થીઓને માર્યા. આ એટલા માટે થઈ રહ્યું છે કે, કારણ કે તમે દેશના યુવાનો ઉપર એક વિચારધારા થોપવાનો પ્રયત્ન કરી રહ્યા છો. રોહિતે આરોપ લગાવ્યો હતો કે તમે વિશ્વવિદ્યાલયો અને આઈઆઈટી સંસ્થાનોમાં શિક્ષણ પ્રણાલીને સમાપ્ત કવાના પ્રયત્નો કરી રહ્યા છો.
રાહુલે કહ્યું કે, તમે દ રેક ઉપર સંઘની નિષ્ફળ વિચારધારાને બળજબરીથી થોપવાનો પ્રયત્ન કરી રહ્યા છો. આ પ્રયત્ન કરો અને જુઓ કે ભારતનો યુવાન તમારી સાથે શું કરે છે. સ્કૂલ કોલેજ અને વિશ્વવિદ્યાલયોમાં રોહિત જોવા મળશે. ભારતીય યુવાનોને ના કચડો આ મારી કેન્દ્ર સરકારને સલાહ છે.
http://www.sandesh.com/article.aspx?newsid=3225984