કેન્દ્ર અને રાજ્ય સરકારની કામદાર નિતીઓના વિરોધમાં ઈન્ટુકનું કામદાર સંમેલન યોજાયુ. : 26-03-2016
આજ રોજ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ગુજરાત ઈન્ટુક દ્વારા રાજ્યના સંગઠિત અને સંગઠિત ક્ષેત્રના ૧૦૦૦ થી વધારે કામદારોનું રાજ્યવ્યાપી કામદાર સંમેલન યોજાયુ હતું. આ સંમેલનને કોંગ્રેસના પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલે ઉપસ્થિત આગેવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતના વિકાસના બે મજબૂત હાથ ‘કિસાન’ અને ‘કામદાર’ છે. આજે આ બંન્ને વર્ગોનું પોતાના હક્કો માટે લડવું પડે અને ન્યાય ન મળે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ઉદ્યોગ ગૃહોના દબાણ હેઠળ ક્યારેય કોંગ્રેસની સરકારે કામદારોના હિતોના ભોગે વિકાસ કર્યો નથી. ફિક્સ પગારના નામે ગુજરાતની ભાજપ સરકાર યુવાનોનું શોષણ કરી રહી છે. સરકાર કામદાર-મજૂર વિરોધી માનસિક્તા સામે લડાઈ લડવાનો સમય આવ્યો છે.
આ સંમેલનને કોંગ્રેસના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યના શ્રમિક વર્ગને સરકાર અને ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા શોષણ સામે સંઘર્ષ કરવા ઈન્ટુકે નેતાગીરી લેવી પડશે અને કોંગ્રેસ પક્ષ હંમેશા તેમને સાથ અને સહકાર આપશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો