કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકારની એકપણ યોજના મધ્યમ અને જરૂરિયાતમંદ લોકો માટે પરિણામલક્ષી બની નથી : 21-05-2016
- કાળઝાળ ગરમીમાં પ્રજાના પાણી માટે વલખાં સામે ભાજપ દ્વારા ઉજવણીના તાયફા
- કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકારની એકપણ યોજના મધ્યમ અને જરૂરિયાતમંદ લોકો માટે પરિણામલક્ષી બની નથી – ડૉ. હિમાંશુ પટેલ
કેન્દ્ર અને ગુજરાત રાજ્યમાં બે વર્ષના શાસનકાળની ઉજવણી કરી રહેલું ભાજપ કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખાં મારી રહેલી પ્રજા ઉપર અટ્ટહાસ્ય કરતું હોય તેવું લાગી રહ્યું છે. વાસ્તવમાં ભાજપના શાસનકાળ દરમિયાન એકપણ યોજના મધ્યમ અને જરૂરિયાતમંદ લોકો માટે પરિણામલક્ષી બની નથી ત્યારે ભાજપને વિકાસના નામે આવા ઉત્સવ કે ઉજવણીના તાયફાઓ બંધ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો