કેન્દ્રની ભાજપ સરકારે નાગપુરથી વિમાન માર્ગે ૧ લાખથી વધુ જીવતા પશુઓને ચાર્ટર પ્લેન : 30-06-2018
કેન્દ્રની ભાજપ સરકારે નાગપુરથી વિમાન માર્ગે ૧ લાખથી વધુ જીવતા પશુઓને ચાર્ટર પ્લેન મારફત શારજાહમાં નિકાસ કરવાની તા. ૩૦ જૂન ના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીશ્રી ગડકરીએ વિમાનને લીલીઝંડી આપવાની યોજના અંગે સમગ્ર રાજ્યમાં જીવદયા પ્રેમીમાં ભારે આક્રોશ વ્યાપ્યો હતો. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની ૨૫ જૂનની સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું કે ૧ લાખ ઘેટાં-બકરા અબોલ પશુઓને કતલ માટે નાગપુરથી તા. ૩૦ જૂન ના રોજ સ્પેશીયલ ફ્લાઈટ દ્વારા શારજાહમાં મોકલવા માટેનું આયોજન હતું. આગામી ૩ મહિના દરમ્યાન તબક્કાવાર ચાર્ટડ ફ્લાઈટમાં કુલ ૩૮ ટન ધરાવતા પશુઓને પાંજરામાં બંધ કરીને લઈ જવાશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો