કુલપતિ એમ.એન.પટેલ દ્વારા ગેર કાયદેસર રીતે ભાજપના દબાણથી જમીનની સોદાબાજી કરી અમ.મ્યુ.કોર્પો.ને જમીન હસ્તાકરણ કરવાનું કૌભાંડ : 29-07-2015
ગુજરાત યુનીવર્સીટીના સીન્ડીકેટ સભ્ય ડૉ.હિમાંશુ પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ગુજરાત યુનીવર્સીટીમાં ચાલી રહેલા મુખ્યમંત્રીની મીઠી નજર હેઠળના ભ્રષ્ટ્રાચારનો પર્દાફાશ કરવામાં આવશે. કુલપતિ એન.એન.પટેલ સત્તાના નશામાં ચકચૂર થઈ કરોડો રૂપિયાના ટોઈલેટમાં ભ્રષ્ટ્રાચાર, પેવરમાં ભ્રષ્ટ્રાચાર, બિલ્ડીંગ કોન્ટ્રકટમાં ભ્રષ્ટ્રાચાર જેવા પૂર્વ કુલપતિ આદેશપાલને પણ ટક્કર મારે તેવા સરકારના નાણાનો દુર ઉપયોગ કરી ભાજપને ખુશ કરવા મનમાની કરી રહ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note