કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલો કન્વેન્શન હોલ : 08-07-2016

ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલો કન્વેન્શન હોલ જે ગાંધી કોર્પોરેશનને પાંચ વર્ષ માટે ભાડા પેટે કરોડો રૂપિયા લૂંટવા માટે સોંપી દેવામાં આવ્યો છે ત્યારે કન્વેન્શન હોલ ધંધાદારી લોકો માટે ઉપલબ્ધ છે પરંતુ જે વિદ્યાર્થીઓની કરોડો રૂપિયાની ડેવલોપમેન્ટ ફી થી ઉભો થયેલ કન્વેન્શન હોલ વિદ્યાર્થીઓના જ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ઉપયોગમાં આવતો નથી ત્યારે આજ રોજ ગુજરાત યુનિવર્સિટીની યોજાયેલ સિન્ડીકેટ બેઠકમાં વિદ્યાર્થીઓના હિતમાં કન્વેન્શન હોલ ઉપયોગમાં આવે તેવી માંગ સાથે એન.એસ.યુ.આઈ. ના સેનેટ સભ્યશ્રી હસમુખ ચૌધરી, એન.એસ.યુ.આઈ. શહેર પ્રમુખશ્રી પ્રવિણસિંહ વણોલની આગેવાનીમાં ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઘસી જઈને ઉગ્ર સુત્રોચ્ચાર સાથે કન્વેન્શ હોલ કોન્ટ્રાક્ટર પાસેથી પરત લેવાની માંગ કરી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note