કપડવંજ તાલુકા પંચાયત ચૂંટણીમાં કોંગ્રસનો વિજય થયો

કપડવંજ તાલુકા પંચાયતમાં અઢી વર્ષથી શાસનની ધૂરાં સંભાળનાર ભાજપ પાસેથી કોંગ્રેસે પ્રમુખ અને ઉપપ્રમુખનું પદ આંચકી લેતાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. ભાજપ પાસે બહુમતી હતી, પરંતુ ચૂંટણીની પ્રક્રિયા સમયે ભાજપના ત્રણ અસંતુષ્ટ સદસ્યો ગેરહાજર રહ્યાં હતાં. જેને કારણે કોંગ્રેસ સત્તા મેળવવામાં સફળ રહી હતી. જેમાં કોંગ્રેસના લક્ષ્મણભાઇ ઝાલા 11 મતે અને ઉપપ્રમુખ 10 મતે વિજેતા જાહેર થયા હતા.
કપડવંજ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી તા. 22 મીના રોજ મંગળવારે તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રાંત અધિકારી વાય.એસ ચૌધરીના અધ્યક્ષપદે યોજાઇ હતી. જેમાં કુલ 23 પૈકી 20 સભ્યો હાજર હતા. પ્રમુખપદની ચૂંટણી યોજાતાં કોંગ્રેસમાંથી પ્રમુખપદે લક્ષ્મણભાઈ સોમાભાઈ ઝાલાને 11 સભ્યોએ હાથ ઉંચા કરીને મત આપ્યા હતા.

 

http://www.divyabhaskar.co.in/news/MGUJ-NAD-OMC-congress-wins-kapadvanj-taluka-panchyat-election-5121048-PHO.html