કચ્છ, મોરબી, જામનગર,દેવભૂમિ-દ્વારકા ખાતે કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી : 03-05-2018
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીની વિશેષ ઉપસ્થિતિમાં કચ્છ, મોરબી, જામનગર,દેવભૂમિ-દ્વારકા ખાતે કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીના માધ્યમથી જિલ્લાઓમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો સાથે સંવાદનું આયોજન થયું હતું. કચ્છ જિલ્લા ખાતે મા આશાપુરા માતાના મઢ, ભૂજ ખાતેના સ્વામિનારાયણ મંદિર અને હાજીપીર બાબાની દરગાહ ખાતે નમન કર્યું હતું. કચ્છ, મોરબી, જામનગર,દેવભૂમિ-દ્વારકા ખાતે કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીમાં ઉપસ્થિત કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રદેશ કક્ષાએથી તાલુકા કક્ષાએ સંગઠનની રચના થતી હતી આપણે તાલુકા એટલે કે, બૂથ મેનેજમેન્ટથી તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ પછી પ્રદેશ કક્ષાનું સંગઠનની રચના કરીશું. વડીલોનું માન સન્માન જાળવીશું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો