કચ્છ-ભૂજના નલીયા થી તા. ૧૮મી ફેબ્રુઆરીને શનિવારના રોજ “બેટી બચાવો યાત્રા” : 16-02-2017
નલીયા દુષ્કર્મ કાંડમાં જે રીતે વિગતો એક પછી એક ખુલ્લી પડી રહી છે, પીડીતાની એફ.આઈ.આર. નોંધતા પોલીસ તંત્રને ૧૩ દિવસ જેટલો લાંબો સમય લાગે, સમગ્ર કાંડમાં મોટા માથાઓના નામ ન ખૂલે તે માટે સમગ્ર તંત્ર કામે લાગે ત્યારે ગુજરાતની બહેન-દિકરીઓની સલામતી માટે કોંગ્રેસ પક્ષ દ્વારા કચ્છ-ભૂજના નલીયા થી તા. ૧૮મી ફેબ્રુઆરીને શનિવારના રોજ “બેટી બચાવો યાત્રા” અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા અને પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલે સયુંક્ત પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો