ઓઢવ દુર્ઘટના : નિવૃત્ત હાઈકોર્ટ જજ પાસે તપાસ કરાવવા માગણી
ઓઢવમાં ઇંદિરા આવાસ યોજનાના ૪ માળના બે બ્લાક ધરાશયી થતા એક વ્યક્તિનું મોત અને ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત બની છે એ બનાવ મ્યુનિ. અધિકારીઓની બેદરકારી, બાંધકામમાં હલકી ગુણવત્તા અને શાસક પક્ષે આંખ આડા કાન કરતા બની હોવાનો આક્ષેપ કરીને મ્યુનિ. જનરલ બોર્ડની આજે મળેલી બેઠકમાં વિપક્ષના નેતાએ સમગ્ર બનાવની નિવૃત્ત હાઇકોર્ટ જજ દ્વારા તપાસ કરાવવાની માગણી કરી હતી. તેમણે એવી ચીમકી આપી હતી કે, જો માગણી સ્વીકારવામાં નહીં આવે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે.
વિપક્ષી નેતા દિનેશ શર્માએ એવી માગણી કરી હતી કે, આ જર્જરિત ઇમારતમાં બેઘર બનેલા લોકોને EWS યોજનાના મકાનોની ફાળવણી કરવી જોઇએ. કોંગ્રેસના સભ્યો બદરુદ્દીન શેખ, ઇકબાલ શેખ, હસનલાલા વગેરેએ ઓઢવની વસાહતના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરતાં કોંગ્રેસના સભ્યોએ કહ્યું કે, ઇમારત જર્જરિત હતી તો તે જો વેળાસર મકાનો ખાલી કરાવવાની નોટિસ તમે આપી હોત તો આ દુર્ઘટના બની ન હોત.
http://sandesh.com/odhav-disaster-retired-high/