ઐતિહાસિક કોચરબ આશ્રમ ખાતે યોજાયેલ ધરણા-પ્રદર્શન : 04-02-2019
ગત ૩૦મી જાન્યુઆરીના રોજ સમગ્ર રાષ્ટ્રમાં પૂજ્ય મહાત્મા ગાંધીની ૭૧મી પુણ્યતિથિએ પૂજ્ય બાપુની સ્મૃતિવંદના કરવામાં આવી. ત્યારે અત્યંત આઘાતજનક રીતે, તે જ દિવસે, ઉત્તર પ્રદેશમાં અખિલ ભારત હિન્દુ મહાસભાએ, પૂજ્ય ગાંધીજીની પ્રતિમા સામે પિસ્તોલથી ગોળીબાર કર્યો, મીઠાઈ વહેંચી અને પૂજ્ય બાપુના હત્યારા અને અખિલ ભારત હિન્દુ મહાસભાના સભ્ય એવા નાથુરામ ગોડસેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. આ જુથે ગાંધીજીના પુતળાનું દહન પણ કર્યું અને “મહાત્મા ગોડસે ઝિંદાબાદ” જેવો સુત્રચાર પણ કર્યો. આવી નિમ્ન કક્ષાની રાષ્ટ્ર વિરોધી અને રાષ્ટ્ર પિતાને અપમાનિત કરનારી ઘટના સામે સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીના નેતૃત્વમાં દેશવ્યાપી ધરણા-પ્રદર્શન યોજાયા. ગુજરાતમાં અમદાવાદ ઐતિહાસિક કોચરબ આશ્રમ ખાતે યોજાયેલ ધરણા-પ્રદર્શન
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો