ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીશ્રી આદિત્યનાથ ગુજરાતની મુલાકાત દરમ્યાન વિકાસ ના દેખાતો હોવાથી પાગલ કહ્યા જે ગુજરાતની પ્રજાનું અપમાન : 14-10-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીશ્રી આદિત્યનાથ ગુજરાતની મુલાકાત દરમ્યાન વિકાસ ના દેખાતો હોવાથી પાગલ કહ્યા જે ગુજરાતની પ્રજાનું અપમાન છે. જેને ગુજરાતની પ્રજા સાંખી લેશે નહીં. પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ‘ખુરશી’ બચાવવા માટે હવાતીયાં મારી રહેલાં ભાજપ સરકારનાં દરેક મંત્રી – ધારાસભ્યો સામે તમામ વર્ગ દ્વારા ખુરશી ઉછાળી આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે બે દશકાથી વિકાસના નામે પ્રજાનાં પૈસે તાયફા અને તમામ મોરચે નિષ્ફળ નીવડેલ ભાજપ સરકાર વિકાસના નામે ગુજરાતની પ્રજાને ગૂમરાહ કરી રહ્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note