ઉત્તર ગુજરાત – સૌરાષ્ટ્રમાંથી રાજીવ ગાંધી ભવન ખાતે ઉમટી પડેલ ૫૦૦૦ થી વધુ કાર્યકરો-આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધીઓને સંબોધન : 14-09-2016

કોંગ્રેસ પક્ષનો નાનામાં નાનો કાર્યકર હોય કે આગેવાન કે પદાધિકારી કોઈ પણ પ્રકારના સુચન, લાગણી, માંગણી પક્ષના પ્લેટફોર્મ પર રજુ કરી શકે છે પણ જાહેરમાં એવી કોઈ વાત ન કરવી કે જેથી કરીને પક્ષને નુક્શાન થાય ત્યારે કાર્યકર-આગેવાન-પદાધિકારીની કોઈ પણ કક્ષાએ ગેરશિસ્ત ચલાવી લેવામાં નહીં આવે અને ગેરશિસ્ત કરનાર સામે કડકમાં કડક પગલાં ભરાશે. તેવો સ્પષ્ટ સંદેશ આજરોજ મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાત – સૌરાષ્ટ્રમાંથી રાજીવ ગાંધી ભવન ખાતે ઉમટી પડેલ ૫૦૦૦ થી વધુ કાર્યકરો-આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધીઓને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ ગાંધી વિચારધારાને વરેલો છે. આઝાદીની જંગમાં તમામ સમાજના લોકો મહાત્મા ગાંધીના નેતૃત્વ નીચે લડત આપીને દેશને આઝાદી અપાવી. કોંગ્રેસ પક્ષ હંમેશા લોકકલ્યાણ – લોક અધિકાર માટે લડત આપતો રહ્યો છે. પક્ષની અંદર દરેક વ્યક્તિને પોતાની વાત રજૂ કરવાની છૂટ હોય છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note