ઉત્તરપ્રદેશ અને બિહાર કરતા પણ ગુજરાત કન્યા કેળવણીમાં પાછળ : 15-02-2018
- ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની ૨૨ ટકા કન્યા શાળા શિક્ષણ થી વંચિતઃ શહેરી વિસ્તારમાં પણ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત પાછળ
- ઉત્તરપ્રદેશ અને બિહાર કરતા પણ ગુજરાત કન્યા કેળવણીમાં પાછળ
ભારત સરકારના અહેવાલમાં કન્યા કેળવણી અંગે સ્પષ્ટ થાય છે કે ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણ ક્ષેત્રે નિષ્ફળ ગઈ છે અને શિક્ષણ ક્ષેત્રે ગંભીર દેખાતી નથી ત્યારે શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર સાથે “મોદી મોડલ” ની શિક્ષણની હકીકતો રજૂ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, નેશનલ ફેમીલી હેલ્થ સર્વે (૨૦૧૫-૧૬) (એન.એફ.એચ.એસ.-૪) ભારત સરકારના અહેવાલ અનુસાર ગુજરાતના ગ્રામ્ય વિસ્તાર વય ૬-૧૭ વર્ષની કન્યા ૭૭.૩૮ ટકા શાળા શિક્ષણમાં પ્રવેશ મેળવે છે એટલે કે, ૨૨ ટકા કન્યા શાળા પ્રવેશ શિક્ષણથી વંચિત રહે છે. જ્યારે કેરાલા માં ૯૭.૭ ટકા કન્યા શાળા શિક્ષણ મેળવીને પ્રથમ ક્રમાંકે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો