ઇ-કોમર્સ રીટેલીંગમાં ૧૦૦ ટકા એફ.ડી.આઈ.ને કેન્દ્રની મંજુરીથી નાના વેપારીઓને વધુ એક લપડાક : 30-03-2016
નાના વેપારીઓ પોતાના ધંધા – કારોબારને લઇને ચિતિંત છે ત્યારે મંગળવારે કેન્દ્ર સરકારે ઇ-કોમર્સ રિટેલિંગમાં ૧૦૦ ટકા એફ.ડી.આઈ.ને મંજુરી આપી નાના વેપારીઓનું નિકંદન કાઢી નાખવાનો એક કારસો રચ્યો છે એમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે.
ડૉ. હિમાંશુ પટેલ વધુમાં જણાવે છે કે, કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા નાના વેપારીઓને વધુ એક ફટકો મારવામાં આવ્યો છે. ઇ-કોમર્સમાં દરેક ચીજવસ્તુઓનું વેચાણ ઓનલાઈન થાય છે. ભારતમાં ઇ-કોમર્સનો વ્યાપ જે રીતે વધી રહ્યો છે તે જોઇને વિદેશી કંપનીઓના મોંઢામાં પાણી આવી રહ્યું છે. વિદેશી કંપનીઓ ભારતમાંથી નફો ઘરભેગો કરવા આતુર બન્યા છે ત્યારે ભાજપની કેન્દ્ર સરકારે તેમના માટે લાલ જાજમ પાથરી છે. હવે વિદેશી કંપની ઓનલાઈન બિઝનેસ કંપનીમાં ૧૦૦ ટકા રોકાણ કરી શકશે. આ ફિલ્ડમાં વિદેશની વિશાળ કંપનીઓ જેવી કે ઇ.બી., એમેઝોન આપણા દેશની ઇ-કોમર્સ કંપનીઓને ગળી જવા આતુર છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો