સાબરકાંઠા ખાતે આયોજીત જાહેરસભા
સાબરકાંઠાના કડોલી, કાવો, લેઈ, ફિનછોડ, સમલપુર, સબલવાડા સહિતના ગામોમાંથી મોટી સંખ્યામાં 1500 વધુ પાટીદાર સમાજના આગેવાન કાર્યકરો ભાજપના ભગવાને ફેકી દઈને કોંગ્રેસનો ત્રિરંગો ખેસ ધારણ કરીને આજ રોજ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાની ઉપસ્થિતિમાં જોડાયા હતા. મોટા સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાન કાર્યકરોને જાહેર સભામાં કોંગ્રેસ પક્ષમાં આવકારતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર સમાજના તમામ વર્ગને અન્યાય કરી રહી છે. પીવાનું પાણી, મોંઘી વિજળી, ખાતરના કાળા બજાર, શિક્ષણ, રોજગાર, આરોગ્ય સહિત તમામ ક્ષેત્રોમાં ભાજપની નિષ્ફળતા આંખે ઉડીને વળગે છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકોની સાચી વાત એક પણ સરકારની કચેરીમાં સાંભળવામાં આવતી નથી. કોંગ્રેસ પક્ષ પ્રજાના પ્રશ્નો માટે વિધાનસભા અને વિધાનસભા બહાર લડાઈ લડી રહ્યો છે. ખેડૂતોને ખેતપેદાશોના ભાવ મળતા નથી. ચૂંટણી પહેલા ખેડૂતોના નામે કપાસના 1200 રૂપિયા ભાવ હોવા છતાં અન્યાય થાય છે તેવી બૂમો પાડનારાઓ આજે જ્યારે કપાસના 700 રૂપિયા જેટલા મળે છે ત્યારે ભાજપ કેમ ચૂપ છે?