આફ્રિકાના યુગાન્ડા અને કંપાલામાં ઉભી થયેલી રાજકીય અસ્થિરતા અને તેના પગલે : 16-02-2016
આફ્રિકાના યુગાન્ડા અને કંપાલામાં ઉભી થયેલી રાજકીય અસ્થિરતા અને તેના પગલે ફાટી નીકળેલી હિંસાના લીધે ત્યાં ધંધો રોજગાર કરતા અને સ્થાયી થયેલા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓની સલામતી માટે યોગ્ય પગલા ભરવા માટે ભારત દેશના વિદેશ મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજને પત્ર લખતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, “ “આફ્રિકા દેશના યુગાન્ડા-કંપાલામાં રાજકીય અસ્થિરતાને કારણે ઉભી થયેલ પરિસ્થિતિને કારણે હજારો ભારતીય પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ૫૦૦૦ થી વધુ ગુજરાતીઓ જેમાં આણંદ વિસ્તારના જ ૨૫૦૦ નાગરિકોનો સમાવેશ થાય છે. આફ્રિકા દેશના યુગાન્ડા-કંપાલામાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓ કે જેમના પરિવાર ભારત દેશ અને ગુજરાતમાં વસે છે તે પરિવારોમાં ચિંતાનું વાદળ છવાઈ ગયું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો