આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા અને પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી રાજીવ ગાંધીની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાસુમન તથા પુષ્પાંજલિ

આજ રોજ સવારે ૧૦-૦૦ કલાકે રાજીવ ગાંધી ભવન ખાતે લોકલાડીલા નેતા, ૨૧મી સદીના સ્વપ્ન ર્દષ્ટા શ્રી રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ કરી હતી અને રાજીવજીનું ભારત નિર્માણમાં યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી ચેતન રાવલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોંગ્રેસ પક્ષના નેતાશ્રી દિનેશ શર્મા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.