આદિવાસી સમાજના હક્ક અંગે પગલાં ભરવા કેન્દ્રને પત્ર

આદિજાતિ બાબતોના મંત્રાલયના વન સંચાલન અને વન પેદાશોના શ્વેતપત્ર અંગે મહારાષ્ટ્ર સરકારને સંપૂર્ણ સત્તા સોંપી હોવા સંદર્ભે કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદ અહમદ પટેલે આદિજાતિ બાબતોના કેન્દ્રીયમંત્રી જુઆલ ઓરામને એક પત્ર પાઠવ્યો છે, જેમાં વન અધિકાર કાયદા હેઠળ દેશના આદિવાસી સમાજના હક્ક અને અધિકાર અંગે તાકીદે પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે. સાંસદ અહમદ પટેલે કહ્યું કે, આદિજાતિ મંત્રાલય દ્વારા વન સંચાલન અને વન પેદાશોના શ્વેતપત્ર અંગે મહારાષ્ટ્ર સરકારને સંપૂર્ણ સત્તા આપવાની બાબત સંસદમાં પસાર કરવામાં આવેલા વન અધિકાર કાયદા-૨૦૦૬ની સંપૂર્ણ અવગણના સમાન છે. કાયદાના કારણે જ વન વિભાગ અને ખાનગી કોન્ટ્રાક્ટરો વચ્ચેની દાયકા જૂની સાંઠગાંઠનો અંત આવ્યો હતો.

http://www.sandesh.com/article.aspx?newsid=3222099