આદિવાસી સત્યાગ્રહ’ દાહોદ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા જંગી રેલી અંગે પત્રકાર પરિષદ : 03-05-2022
આદિવાસી સત્યાગ્રહ’ દાહોદ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા જંગી રેલી અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધી તા. ૧૦મી મે દાહોદ ખાતે સવારે ૧૦-૦૦ કલાકે વિશાળ સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનોને સંબોધન કરશે. ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીને દાહોદ ખાતે શ્રી રાહુલ ગાંધી કાર્યકરોને માર્ગદર્શન આપી આગામી સમયની અંદર વધુ મજબુતિથી આદિવાસી સમાજના પ્રશ્નો માટે લડતના કાર્યક્રમો ખુલ્લા મુકશે. ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીમાં આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો, આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ માટે લડતનો નિર્ધાર જાહેર કરાશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો