આઝાદીના ૭૫ વર્ષની ઊજવણીના ભાગરૂપે અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમ : 14-08-2021
આઝાદીના ૭૫ વર્ષની ઊજવણીના ભાગરૂપે અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીના કાર્યક્રમો સમગ્ર રાષ્ટ્રમાં કોંગ્રેસ પક્ષ કરવા જઈ રહી છે. ૨૦૦ વર્ષની અંગ્રેજોની જોહુકમી – ગુલામીના શાસનમાંથી દેશના લોકોને આઝાદી અપાવવા જેમણે પણ વર્ષો સુધી લડાઈ લડી – સર્વસ્વ બલિદાન આપી – પોતાના પ્રાણોની આહુતિ આપનાર તમામ સ્વાતંત્ર સેનાનીઓ… શહીદોને આજે આપણે યાદ કરીએ છીએ. ઋણ સ્વીકાર કરીએ છીએ… શહીદોને શ્રધ્ધાંજલિ પાઠવીએ છીએ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો