આજ રોજ ગુજરાત યુનીવર્સીટી ખાતે એન.એસ.યુ.આઈ. : 10-02-2017
આજ રોજ ગુજરાત યુનીવર્સીટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા રજીસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાત યુનીવર્સીટીના “માસ્ટર ઓફ ફીઝીકલ એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ”માં સવારે “યોગા” નું કોર્ષ ચાલે છે. જયારે સવાર ની વિદ્યાર્થીનીઓ યોગા કરે છે એ સ્થળે કેમેરા લગાવવામાં આવ્યા છે. તો એ જગ્યા એથી કેમેરા હટાવવામાં આવે અથવા તો યોગા કરવાનું સ્થળ બદલવામાં આવે. કરોડોના ખર્ચે ગુજરાત યુનીવર્સીટીમાં કેમેરા લગાવવામાં આવે છે. પણ લેડીઝ રૂમની એક પણ ભવનમાં વ્યવસ્થા નથી તથા ફીઝીકલ એજ્યુકેશન ડીપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીનીઓની કપડા બદલવા માટેની રૂમની વ્યવસ્થા પણ નથી તો છોકરીઓ માટે દરેક ભવનમાં L.R.(લેડીઝ રૂમ) બનાવવામાં આવે તથા “માસ્ટર ઓફ ફીઝીકલ એજ્યુકેશન ડીપાર્ટમેન્ટમાં યોગા માટે તાત્કાલિક અલગ વ્યવસ્થા કરવામાં આવે ત્યારે રજીસ્ટ્રારે વહેલી તકે વ્યવસ્થા કરવાનું આશ્વસન આપ્યું હતું
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો