આંદોલનમાં પોલીસે પાટીદારો ઉપર કરેલું દમન સરકારપ્રેરિત: રાઘવજી પટેલ

– રાજ્ય સરકાર સામે કોંગ્રેસનો ચોંકાવનારો આરોપ
– ભાજપના ભ્રષ્ટાચારને પાલિકાની ચૂંટણીનો મુદ્દો બનાવાશે
અનામત આંદોલન વેળા પાટીદારો ઉપર થયેલા હુમલા અંગે કોંગ્રેસે રાજ્ય સરકાર સામે ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલું દમન સરકારપ્રેરિત હોવાનો સીધો આરોપ કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ રાઘવજી પટેલે લગાવ્યો હતો.
પાટીદાર અનામત આંદોલન બાબતે કોંગ્રેસ પક્ષના વલણ બાબતે કોઇ જ ચોક્કસ ફોડ પાડ્યા વિના તેમણે જણાવ્યું હતું કે, આંદોલન તો સ્વયંભૂ છે, પરંતુ આંદોલન દરમિયાન પાટીદારો સહિતના લોકો ઉપર પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યું હતું તે અંગે વિધાનસભામાં તો રજૂઆત કરવામાં આવી જ હતી, સાથોસાથ સ્થાનિક સ્તરે પણ કોંગ્રેસના આગેવાનોએ પોલીસ કમિશનર તથા કલેક્ટર સમક્ષ ફરિયાદો કરી હતી. પાટીદારો ઉપર ગુજારવામાં આવેલું પોલીસદમન સરકારપ્રેરિત જ હતું તેવો આક્ષેપ કરીને રાઘવજી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, દમન ગુજારનાર પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાં જોઇએ તેવી પણ માગણી કરવામાં આવી છે.

http://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-HMU-congress-raghvji-patel-blames-government-responsible-for-police-repression-5102200-NOR.html