અહેમદ પટેલનો પ્રશ્ન: નફો કરી રહેલાં એરપોર્ટ્સનું સંચાલન વિદેશી કંપનીને કેમ?
– નફો કરી રહેલાં એરપોર્ટ્સનું સંચાલન વિદેશી કંપનીને કેમ?
– રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનો કેન્દ્રને વેધક પ્રશ્ન
ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ, જયપુર, ચેન્નઈ અને કોલકાતા એરપોર્ટનું ઓપરેશન, મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ કરવા માટે હરીફાઈ દૂર કરીને માત્ર સિંગાપોર સરકાર સાથે કરાર કરીને અમદાવાદ અને જયપુરના એરપોર્ટને પાછલે બારણે વિદેશી સંસ્થાને સોંપી દીધું છે તે કેન્દ્ર સરકારની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને જ નુકસાન કરવાનું પગલું હોવાનો રોષ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે વ્યક્ત કર્યો હતો. તેમણે આ બાબતે કેન્દ્ર સરકારને રજૂઆત કરીને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને કોઈ નુકસાન ન થાય તેવા પગલાં લેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. તેમણેે આખા વિશ્વમાં ચાંગી એરપોર્ટ ઇન્ટરનેશનલ કઈ રીતે યોગ્ય છે તેવો વેધક પ્રશ્ન કેન્દ્ર સરકારને પૂછ્યો હતો. સાંસદ અહેમદ પટેલના જણાવ્યાનુસાર, 20 ઓગસ્ટ, 2015ના દિવસે કેન્દ્ર સરકારે ઓપન બીડિંગથી એરપોર્ટનું ડેવલપમેન્ટ અને મેનેજમેન્ટ કરવાની પદ્ધતિ રદ કરી હતી.
http://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-ahmed-patel-questions-to-central-government-on-ahmedabad-jaipur-airports-pact-5194153-N.html