અહમદ પટેલનો વિદેશ મંત્રીને પત્ર, યમનથી ગુજરાતી ખલાસીઓને સલામત પરત લાવો

યમનમાં ફસાયેલા ગુજરાતી ખલાસીઓને વહેલામાં વહેલી તકે સલામત રીતે ભારત પરત લાવવા માટે કોંગી સાંસદ અહમદ પટેલે કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પત્ર પાઠવ્યો છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષાના રાજકીય સચિવ અને સાંસદ અહમદ પટેલે યમનમાં ચાલી રહેલા નાગરિક યુદ્ધમાં ફસાયેલા ૭૦ જેટલા ગુજરાતના ખલાસીઓ અંગે ચિંતા વ્યક્ત કરીને કેન્દ્રીય વિદેશ મંત્રીને જે પત્ર મોકલ્યો છે તેમાં કહેવાયું છે કે, આપણી બચાવ કામગીરી વિસ્તૃત બનાવવી જોઈએ,જેથી દરેક ભારતીય સલામત રીતે પાછા ફરી શકે.

http://www.sandesh.com/article.aspx?newsid=3134964