અમૂલના અધ્યક્ષ તરીકે શ્રી રામસિંહભાઈ પરમાર અને ઉપાધ્યક્ષ તરીકે શ્રી રાજેન્દ્રસિંહ પરમારને અભિનંદન : 08-02-2017
કોંગ્રેસ પક્ષના ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય અને દુધ ઉત્પાદક સંઘમાં સહકારી ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર શ્રી રામસિંહભાઈ પરમાર અમૂલ ડેરીના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. સાથો સાથ બોરસદના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ પરમાર અમૂલ ડેરીના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા છે.
અમૂલના અધ્યક્ષ તરીકે શ્રી રામસિંહભાઈ પરમાર અને ઉપાધ્યક્ષ તરીકે શ્રી રાજેન્દ્રસિંહ પરમારને અભિનંદન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રમાં ગેરકાયદેસર દખલગીરી કરીને સહકારી માળખાને તોડવા માટે સતત કાર્યરત ભાજપ સરકારે દોઢ વર્ષ સુધી યેનકેન પ્રકારે અમૂલ ની ચૂંટણી અટકાવી રાખી હતી. દૂધ ઉત્પાદકો, પશુપાલકો અને મંડળીઓ દ્વારા લાંબી લડાઈ બાદ ભાજપ સરકારને લપડાક પડી હતી. સમગ્ર દેશમાં અવલ્લ નંબરે સહકારી પ્રવૃત્તિમાં ગુજરાત નામના ધરાવતું હતું જેને ભાજપ સરકારે ગુજરાતમાં સહકારી માળખાને ભારે નુક્શાન કર્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો