અમદાવાદ શહેર કોંગ્રેસની વોર્ડ ચૂંટણી સમિતિ ઉમેદવારો નક્કી કરશે

અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના ૪૮ વોર્ડના ઉમેદવારોની પસંદગી માટે દરેક વોર્ડમાં ચૂંટણી સમિતિની રચના કરી છે. આગામી સપ્તાહથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે.

શહેર પ્રમુખ ચેતન રાવલે જણાવ્યું હતું કે વોર્ડ ચૂંટણી સમિતિમાં જે તે વોર્ડમાં રહેતા પ્રદેશ હોદ્દેદારો, શહેરના હોદ્દેદાર ઉપરાંત વોર્ડના અગ્રણી જેઓ ચૂંટણી લડવાના નથી તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. વોર્ડ ચૂંટણી સમિતિ કાર્યકરોની બેઠક યોજી ઉમેદવારોના નામો અંગે ચર્ચા કરી પેનલના નામો શહેર સમિતિને સોંપશે. ઉપરાંત દરેક વોર્ડનો સ્થાનિક ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવાનો હોવાથી ચૂંટણી સમિતિ દ્વારા જ ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં આવશે.

http://www.sandesh.com/article.aspx?newsid=3118900