અમદાવાદ શહેરના ૪૮ વોર્ડમાં “કોંગ્રેસ આપના દ્વારે” કાર્યક્રમ : 19-05-2018
શહેરી વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂત બનાવવા અને કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે વધુમાં વધુ લોકોને જોડવા માટે તા.૨૦/૦૫/૨૦૧૮, રવિવારના રોજ સાંજે ૦૬-૦૦ કલાકે અમદાવાદ શહેરના ૪૮ વોર્ડમાં “કોંગ્રેસ આપના દ્વારે” કાર્યક્રમના ભાગરૂપે કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી અમીત ચાવડા લાંભા વોર્ડમાં અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી ઠક્કરબાપાનગર વોર્ડમાં કોંગ્રેસ પક્ષના શુભેચ્છકો, વિવિધ વ્યવસાયિકો અને સ્થાનિક નાગરિકો સાથે જોડાઈને વાર્તાલાપ કરશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો