અમદાવાદ જીલ્લાના રેવન્યુ સર્વે નંબરોમાં ગોકુલધામ” નામની ટાઉનશીપમાં વિકાસ પરવાનગી આપવામાં ૫૦૦ કરોડના કૌભાંડીને ૩ વર્ષથી છાવરતું તંત્ર. : 28-10-2017
- અમદાવાદ જીલ્લાના સાણંદ તાલુકાના સનાથલ-તેલાવી ગામના રેવન્યુ સર્વે નંબરોમાં “ગોકુલધામ” નામની ટાઉનશીપમાં વિકાસ પરવાનગી આપવામાં ૫૦૦ કરોડના કૌભાંડીને ૩ વર્ષથી છાવરતું તંત્ર.
- ભૂમાફીયાને ગુજરાતમાં ભાજપ સરકારે આપેલા રક્ષણના કારણે સામાન્ય નાગરિકો માટે ઘરનું ઘર સ્વપ્ન બની ગયું છે.
વિકાસ પરવાનગી આપવામાં ઔડાના મુખ્ય કારોબારી અધિકારીશ્રીની મંજુરી વગર ભાજપ સરકારના રાજ્યશ્રય અને મંજૂરીથી ઔડાના તત્કાલિન સીનીયર ટાઉન પ્લાનર શ્રીમતી નીલાબેન મુન્શીએ ૫૦૦ કરોડનો ભ્રષ્ટાચાર કર્યો. આ અધિકારીશ્રીને નિવૃત્તિ પછી ત્રણ વખત કરાર આધારીત પુનઃ નિમણુંક આપી. ભાજપ સરકાર કેવો પારદર્શક વહીવટ કરવા માંગે છે? ત્યારે ભાજપની ધનસંગ્રહ યોજનાના ભાગીદારો પર અને શહેરી વિકાસ વિભાગ ભ્રષ્ટાચારનું મુખ્ય કેન્દ્ર હોવાના પુરાવા સાથે આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પોતાના મળતીયા અધિકારીઓ મારફતે ખોટા કામોને કઈ રીતે મંજૂરી આપવામાં આવે છે અને આવા અધિકારીઓને નિવૃત્તિ પછી પુનઃનિમણૂંક, એક્સ્ટેન્શન આપીને મનફાવે તેવા નિયમ વિરૂધ્ધના કામો ભાજપ સરકારે કરીને ગુજરાતની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો