અમદાવાદ કોંગ્રેસે ભાજપના પાંચ વર્ષના શાસનકાળની નિષ્ફળતાઓ છતી કરવા દેખાવો કર્યા
કોંગ્રેસે સોમવારે ભાજપના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન નિષ્ફળતાઓ છતી કરવા દેખાવો કર્યા હતા. અને અંગેનું આવેદનપત્ર મ્યુનિ.કમિશનરને સુપરત કર્યુ હતું. અમદાવાદ શહેરમાં ફેલાયેલો રોગચાળો, ઊભરાતી ગટરો અને અપૂરતા પ્રેશરથી મળતુ પાણી અને તૂટેલા રસ્તા સહિતના પ્રાથમિક મુદ્દાઓને લઈને નેતાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ ઘેરાવોનો કાર્યક્રમ યોજ્યો હતો. સીનિયર નેતાઓ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ.કે.પટેલને આપેલા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.